સમસ્ત કચ્છી વાયડા સમાજ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે
સર્વે જ્ઞાતિજનો માટે ભાગવત સપ્તાહની આમંત્રણ પત્રિકા

સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ
પ્રિય મહોદય,
સહર્ષખુશાલી સાથે જણાવવાનું કે પરમ કૃપાળુ પરમાત્મા શ્રીનાથજી બાવા અને પૂ. મહિષાસુરમર્દિની માતાજી, કુળદેવી પૂ. શ્રી સમીરી કામદાદેવી માતાજી તેમજ પૂ. વાયુ ભગવાનની અસીમ કૃપાથી... શ્રી સમસ્ત કચ્છી વાયડા વણિક સમાજ દ્વારા સમૂહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાચણ સંવત ૨૦૮૦ ને કારતક સુદ છટ્ટ તા. ૧૯/૧૧/૨૦૨૩ રવિવારથી સંવત ૨૦૮૦ ને કારતક સુદ તેરસ તા. ૨૫/૧૧/૨૦૨૩ શનિવાર
દરમ્યાન આયોજિત કરવામાં આવેલ છે.
આ સમૂહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણમાં વ્યાસપીઠ ઉપર પ્રખર વક્તા અને વિદ્વાન શાસ્ત્રીશ્રી એવા માધાપર ગામના નિવાસી પૂ. શ્રી દિપભાઈ વ્યાસ બિરાજશે અને એમની મધુર વાણીમાં અને સંગીતમય શૈલીમાં કથામૃતનું રસપાન કરાવશે. આ જ્ઞાનમચી સાગર સરિતામાં સ્નાન કરવા અને અમારા આનંદમાં સહભાગી થવા આપ સૌને અમારું ભાવભર્યું કે આમંત્રણ છે.
નિમંત્રકઃ
જીતેન્દ્રભાઈ બી. શાહ પરિમલ એચ. શાહ હરીશચન્દ્ર આર.વાયડા વ્રજલાલ પી. શાહ
પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી મંત્રીશ્રી ખજાનચીશ્રી
સમુહ શ્રીમદ ભાગવત સપ્તાહ સંબંધિત અપડેટ્સ

ફંડ ફાડા અને દાન સંબંધિત
શ્રીમદ ભાગવત સપ્તાહ કાર્યક્રમ સમિતિની વિવિધ ટીમ અને તેમની વિગતો
પોથી યાત્રાનો રૂટ

શું તમને આ વેબસાઇટ ગમી? તમારો અભિપ્રાય આપો
ફીડબેક અને સૂચનો